❣️માણસાઈ❣️
❣️માણસાઈ❣️
કદાચ તડકો હોય કે છાંયો હોય,
પણ દુઃખ જોઈને દરવાજો બંધ ના કરીશ,
ઝાંખું પાંખું દિલનું વ્હાલ સંકોરી રાખજે,
ક્યાંક આંખોની ભીનાશ સમાવેલી મળી આવશે,
માણસાઈ હજુ મરી નથી પરવારી.
સૂરજની જોઈ ઝળહળ રોશની,
દીવડાં ફૂંક મારી ઓલવી ન નાખીશ,
બંધ આંખોમાં પણ વિશ્વાસની,
ક્યાંક સૌગાત મળી આવશે,
માણસાઈ હજુ મરી નથી પરવારી.
વર્ષોથી સાચવી રાખેલી,
આશાઓ આથમી ન જાય,
લીલુંકુંજાર આયખું,
તાકીને બેઠું મુરઝાઈ ન જાય,
અશ્રુની શ્યાહીમાં ડબોળી,
નવો એક અવતાર લખી રાખ,
માણસાઈ હજુ મરી નથી પરવારી.
ઠેસ વાગે તોયે શું !
થઈ થઈને શું થશે ?
કોઈની જિંદગી
પાછી ફરી છે ?