પુસ્તક મેળો
પુસ્તક મેળો
પુસ્તકોના વિશાળ ખજાનાના દર્શન કરીએ,
ટી.વી.નો સાથ છોડી પુસ્તકને,
સાચો સાથી બનાવીએ,
આપણા સુખ સાથે હસે ને દુઃખ સાથે રડે,
જીવનસાથી સમા સાચાં મિત્રને મળીએ.
ચાલને પુસ્તક મેળાની મુલાકાત લઈ આવીએ.
નવાં કપડાં તો રોજ ખરીદીએ છીએ,
ચાલને આજે થોડા નવાં પુસ્તક ખરીદીએ,
"ગુજરાતી ફક્ત પાસબુક વાંચે ને ચેકબુક લખે."
ગુજરાતીઓનું એવું મહેણું ભાંગીએ,
પુસ્તકો આપણાં આંસુ લુછી
આપણી લાગણીને સમજી શકે છે.
ચાલને પુસ્તક મેળાની મુલાકાત લઈ આવીએ.
કોઈ વૈજ્ઞાનિક પાસેથી જે નથી મળતું,
તેના કરતાં વધારે પુસ્તકો પાસેથી મળે છે,
મહાન લેખકોનાં વિચારોથી પરિચિત થઈ,
સુંદર સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં લાવીએ..
મહાન
માણસોનો સંઘર્ષની ગાથા વાગોળીએ.
ચાલને પુસ્તક મેળાની મુલાકાત લઈ આવીએ.
વૃધ્ધો, યુવાનો અને બાળકો દરેકનો જીવનસાથી છે પુસ્તક,
પુસ્તક ખિસ્સામાં રાખેલો બાપનો બગીચો છે,
મનફાવે ત્યારે ત્યાં લટાર મારીએ.
પુસ્તકો દુઃખમાં દિલાસો આપે અને,
એક મિત્ર તરીકે વધું સારી જાણકારી આપે છે.
ચાલને પુસ્તક મેળાની મુલાકાત લઈ એક સંકલ્પ કરીએ કે,
ઓછામાં ઓછું એક પુસ્તક સપ્તાહમાં,
એક વખત વાંચીએ અને વંચાવીએ,
ઝવેરચંદ મેઘાણી, કવિ કાન્ત, ચંદ્રકાંત બક્ષી,
એવાં ઘણાં મહાન કવિઓ છે.
એમના જેવું જ લખવાની છુપી ઇચ્છા,
મારી તો ખરીજ અને શું આપને પણ ખરી ?
તો ચાલને જુદાંજુદાં સ્ટૉલની મુલાકાત લઈ,
બે-ચાર નવા પુસ્તકો ખરીદી લાવીએ.