STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

અમૃત પર્વ

અમૃત પર્વ

1 min
183

ભારત દેશની ભવ્ય સંસ્કૃતિ

વિશ્વ બંધુત્વની ખ્યાતિ

રાહ અમનની ચીંધે ગાંધી

ગીતા આત્મ દર્પણી જ્યોતિ,


દેશ અમારો અમે દેશ રખવૈયા

વટ વચન વ્યવહાર ત્રિરંગા

જલ થલ નભ ગુંજે સંદેશા

ૐ પાવન હિમાલય ગંગા,


અમૃત પર્વ સંકલ્પ સુભાગી

સ્વચ્છ ભારત અભિલાષી

નયન ત્રીજુ વિજ્ઞાન અમારું

ચંદ્ર મંગલ યાન ગગન ગામી,


શ્વેત હરિત ક્રાન્તિ શુભ મંગલ

સરિતા બંધ નવયુગી દૃષ્ટિ

ડગ દઈએ ત્યાં રચાતી ડગર

ધન્ય ! યુવા જન શક્તિ,


સદા સ્મરણીય છે ક્રાન્તિ વીરો

આઝાદીના લડવૈયા

રહેશું સદા સાબદા મા ભારતી

થઈને કૌશલી ઘડવૈયા,


‘આકાશદીપ’ ઝગમગે નેટ વિશ્વે 

વિચાર વૈભવ જનહિતી

વતન ઉન્નતિ બસ ગૌરવ યારો

શ્રેષ્ઠ ભારત મંગલ દર્શી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational