STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારે ક્યાંય અટકવું નથી

મારે ક્યાંય અટકવું નથી

1 min
207

જિંદગીમાં કસોટી ઘણી છે,

પણ ક્યાંય અટકવું નથી,


પેન્સિલની જેમ ક્યાંય બટકવું નથી,

આ ખુશીઓ મારી જ ભીતર છે,

હવે ખુશીઓ શોધવા ક્યાંય ભટકવું નથી,


માનવી છું તો માનવીની ફરજ હું ચોક્કસ અદા કરીશ

આમ મારી ફરજમાંથી મારે છટકવું નથી,


સંજોગો પ્રમાણે જીવી લઈશ,

પ્રવાહીની જેમ વહી લઈશ,

જિંદગી જેમ જીવાડે એમ જીવી લઈશ,

હૈયે હામ રાખી સંજોગો સાથે બાથ ભીડી લઈશ,

પણ અક્કડ બની વારંવાર બટકવું નથી મારે,


ભલે ને પહાડ સમ મુશ્કેલી આવે,

જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે,

સમયની આંધી ભલે સર ઝૂકાવે,

તોય મારે ક્યાંય અટકવું નથી,


વિકલ્પો છે ઘણા જિંદગીની રમત ને જીતવા માટે,

હારીને પણ જીતી જાઉં છું,

ઈશ્વરમાં છે આસ્થા એટલે માગેલું મેળવી લઉં છું,

સંજોગોનું બહાનું ધરી મારે ક્યાંય છટકવું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational