પથ્થર બની કોઈને નડવું નથી
પથ્થર બની કોઈને નડવું નથી
ભલે વિકલ્પ નથી મારી પાસે,
તોય કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી,
હું સાચો ને તું ખોટો,
એવા વિવાદોમાં પડવું નથી,
મારું તારું કરી,
કોઈ સાથે લડવું નથી,
તમારા ચહેરા પર મુસ્કાન કાયમ રાખવી છે,
તમારી આંખનું આંસુ થઈ દડવું નથી,
મોતીની જેમ છીપમાં છૂપાઈ જવું છે,
આમ સહેલાઈથી કોઈને જડવું નથી,
શહીદની જેમ મરવું મારે,
પણ જીવતા નર્કમાં સડવું નથી,
પગથિયાં બની સૌને પ્રગતિનાં પંથે લઈ જવા છે,
પથ્થર બની મારે કોઈને નડવું નથી.
