હથિયાર હેઠા મૂકી દે તું
હથિયાર હેઠા મૂકી દે તું
તું હથિયાર હેઠા મૂકી દે,
તારી જાત સાથે લડી લે,
નફરતથી નફરતની આગ નહિ શમે,
તું પ્રેમનું જળ રેડી દે,
તું હથિયાર હેઠા મૂકી દે,
ખુદા ને પામવા,
ખુદના અસ્તિત્વને મિટાવવું પડે છે,
અહમની મટકી ફોડવી પડે છે,
જાત સાથે લડવું પડે છે,
હથિયાર હેઠા મૂકી દે તું,
નફરતની આંધીને ડામવા,
પ્રેમની જ્યોત જલાવી લે,
જગતમાં નામ રોશન કરવા તારું,
સત્કર્મોનો દીપ જલાવી લે.
