મનની કૂખે જન્મ્યા શબ્દો
મનની કૂખે જન્મ્યા શબ્દો
મનની કૂખે જન્મ્યું શબ્દનું મોતી,
પહેરાવ્યા મે તો છંદ કાફિયાના વસ્ત્રો,
જોને જોત જોતામાં એ ગઝલ બની ગયા,
કોઈને લાગ્યું મોતી
તો કોઈને લાગ્યું માણેક,
કોઈને લાગ્યો,
સામાન્ય પથ્થર,
તો કોઈ મોંઘા મોલ કરી ગયું,
કવિયત્રીનું ટાઇટલ મને આપી ગયું,
મનની કૂખે જન્મ્યું શબ્દોનું મોતી,
ફૂલ બની હૃદયનું આંગણ સજાવી ગયું,
જીવનનો સાચો મર્મ સમજાવી ગયું,
મારી ભીતર પડેલા ભંડારનું સાચું મોલ આપી ગયું,
મારી વેદના મારી વ્યથા,
મારી ખુશી મારી ઉદાસી
મારા ઉમંગ ઉલ્લાસને ઓળખી ગયું,
મારી ભીતર પ્રકાશ જલાવી ગયું,
મારા સુખ દુઃખનું સાથી બની ગયું,
મારું કહ્યાગરું સંતાન એ બની ગયું,
અભિનંદનના ફૂલોથી મારા હૈયાને મહેકાવી ગયું,
મારી કૂખે જન્મ્યું શબ્દોનું મોતી,
જોતજોતામાં એ ગઝલ બની ગયું,
મારા નામને પ્રસિદ્ધિ અપાવતું ગયું,
મારી રચનામાં ચાર ચાંદ લગાવતું ગયું,
આમ મારું લાડલુ સંતાન બની ગયું.
