હું અને તું
હું અને તું
જો હું અને તુંમાંથી એકવાર સરવાળો બાદબાકી કરીએ તો શું બચે ખબર છે તને ? મીંડું ! કેમકે તારા વિના હું મીંડું જ છું. હું બકબક કરતી કોયલડી અને તું મૌનધારી બાબા. મારી બકબકને તું આંખોમાં સમાવી સમજીને સાંભળે છે. તું એને ગણગણાટ કહે છે બકવાસ નથી કહેતો એ મને ગમે છે. તારું શાંત રહેવું મને ગમે છે.
હું એટલે થનગનાટ કરતી ઢેલ અને તું એટલે મને જોયા કરતો મોર. તારી મૌન આંખોમાં સમાઈ જવાની તાકાત એટલે હું. એ શાંત વમળો વચ્ચે સંઘર્ષ કરીને હું દરિયો ખેડ્યાં જેટલી ફીણ ફીણ થઈ જાઉં છું. આટલું બધું વાંચીનેય તું તો ચૂપચાપ મૂંગો જ રહીશ ખરું ને ? અમને તો આ બધી ખબર હતી જ એટલે તો 'લવ યુ જિંદગી' કહીને પવનની પાંખો પહેરીને 'ચાલ જીવી લઈએ' જીવવું જ છે તો કાલ પર નહીં અત્યારે જ જીવી લઈએ. 'જિંદગી ફિર ના મિલેગી દુબારા'