શરત
શરત
ઈચ્છાઓ સળવળી હોય એ બોલે !
ને જાતને કળ વળી હોય એ બોલે !
પૂજા પાઠ દોરા ધાગા કરીને થાક્યા !
જેની બાધાઓ, ફળી હોય એ બોલે !
અથાગ ધૈર્ય જ લક્ષ્ય પ્રાપ્તિ થાય છે,
લાગણી પોટલે, ભળી હોય એ બોલે !
વાચા ફૂટી બારીએ આવી બેસેય ખરી,
અપેક્ષા વગરની.. કળી હોય એ બોલે !
અધૂરી રહી ગઈ ભલે, શરત એટલી
મનથી બુરાઈ, બળી હોય એ બોલે !