STORYMIRROR

Heena Pandya (ખુશી)

Thriller

4  

Heena Pandya (ખુશી)

Thriller

વાત એવી તું કદી તો ખોલજે

વાત એવી તું કદી તો ખોલજે

1 min
183

વાત એવી તું કદી તો ખોલજે,

ને પ્રણયમાં હા પછી તું બોલજે,


લાગણીઓને હૃદયના ત્રાજવે,

બાટ મૂકી શ્વાસ ભેળા તોલજે,


સ્હેજ જો શંકા પડે તો આવજે,

ખોતરીને ઘાવ થોડા ફોલજે,


શબ્દ મારા ના ગમે તો તીરથી,

ધાર કાઢી નાખવા તું છોલજે,


બેસ પાસે બે ઘડી થોભી જઈ,

ગીત હું ગાઉં "ખુશી"નાં, ડોલજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller