STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller

બેઠો છું..

બેઠો છું..

1 min
614


તમને કોણે કીધું કે હું સાવ એકલો જ બેઠો છું,

હું તો એકલતાની સભાને સજાવીને બેઠો છું,


ગ્રહણ ઉદાસીનું જોનારની આંખમાં હોય છે,

હું તો વ્યથાઓ સાથે વહેવાર કરીને બેઠો છું,


મને મારનારની મૂંઝવણ હવે સમજી ગયો,

એટલે તો પીઠને ઉઘાડી કરીને જ બેઠો છું,


બગાડી બગાડીને શું બગાડશે મારૂં આ જમાનો,

હું તો હર પળમાં તહેવાર મનાવીને બેઠો છું,


શુદ્ધ આચરણમાં શું પાપ ને વળી શું પુણ્ય અહીં ?

આ ધરા ઉપર જ મારું સ્વર્ગ ઉતારીને બેઠો છું,


કૈક છેતરાયા છે આ મારી મુસ્ફુરાહટ જોઇને,

કોને ખબર છે કે હું ઝખ્મો છુપાવીને બેઠો છું,


જાલિમ જમાનાનો જૂઠો ઝંઝાવાત ભલેને આવે,

હું તો સત્યનો ઝળહળતો દિપક લઈને બેઠો છું,


શું કામ દોષ દેવો અકારણ "પરમ" પારકાઓને,

હું તો પોતાનાઓ થકી "પાગલ" થઈને બેઠો છું.



Rate this content
Log in

Similar gujarati poem from Thriller