મુસીબત
મુસીબત
શાંતિથી જીવતો હતો ત્યાં આવી મુસીબત,
રાત્રે ઉજાગરા કરાવે તેવી આ મુસીબત,
વિચારોની વણઝારમાં લઈ ગઈ મુસીબત,
હવે કેમ દૂર કરવી મારે આ મુસીબત,
રોજ સવારે વહેલા ઊઠવાની થઈ મુસીબત,
કચેરીમાં સમયસર પહોંચવાની થઈ મુસીબત,
અધિકારીનો ઠપકો સાંભળવાથી થઈ મુસીબત,
પીછો મારો છોડતી નથી તેવી છે મુસીબત,
વિચારોમાં ચાલતાં લપસ્યો અને થઈ મુસીબત,
ઘાયલ થઈ દવાખાને જવા માટે થઈ મુસીબત,
દવાખાનાનું બીલ ચુકવવાની પણ થઈ મુસીબત,
પત્નીને કેમ સમજાવીશ તેની થઈ મુસીબત,
કોઈને પણ કહી ન શકાય તેવી આ મુસીબત,
જીવન મારૂં પાયમાલ કરે તેવી આ મુસીબત,
મુસીબતના ચક્કરમાં ફસાઈ ગયો છું "મુરલી",
બહાર નીકળી ન શકાય તેવી આ મુસીબત.
