STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

જીંદગી શુ છે?

જીંદગી શુ છે?

1 min
13

જીંદગી એક સફર છે,
ક્યારેક તે સરળ છે, તો ક્યારેક તે કઠીન લાગે છે.

જીંદગી એક ઉખાણું છે,
ક્યારેક તેનો ઉકેલ છે, તો ક્યારેક તે અણઉકેલ છે.

જીંદગી એક નૈયા છે,
ક્યારેક પાર લઈ જાય છે, તો ક્યારેક તે વચ્ચે ડુબાડે છે.

જીંદગી એક સ્વપ્ન છે,
ક્યારેક તે સાચુ પડે છે, તો ક્યારેક તે નિરાશ બનાવે છે.

જીંદગી એક મહેફિલ છે,
ક્યારેક માદક જામ છે, તો ક્યારેક તે વિષની પ્યાલી છે.

જીંદગી એક સંગીત છે,
ક્યારેક સુખનું સાઝ છે, તો ક્યારેક તે દુઃખનો તાલ છે.

જીંદગી એક ખેલ છે "મુરલી",
ક્યારેક ખેલ જીતાડે છે, તો ક્યારેક તે જીત પણ હાર લાગે છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational