STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

દૃષ્ટિ

દૃષ્ટિ

1 min
0

દૃષ્ટિમાં સપનાની મહેફિલ સજાવી બેઠો છું,
જીવનની આ હકીકતને નવરંગ કરી બેઠો છું.

જ્યાં હું દૃષ્ટિ કરૂં ત્યાં બધુ નવીન લાગે છે મને,
એ જ દૃષ્ટિથી હું જીવનનો રસ્તો શોધી બેઠો છું.

દૃષ્ટિમાં પ્રેમની જ્યોતને પગટેલી હું નિહાળું છું,
જીવનમાં પ્રેમના વિરહને આજે ભૂલી બેઠો છું.

 દૃષ્ટિથી મળેલા માર્ગદર્શનને હું સમજી બેઠો છું,
એથી જ મારી દૃષ્ટિમાં આનંદ સમાવી બેઠો છું.

દૃષ્ટિ તો મારી આંખની અતિ નિર્મળ છે
"મુરલી",હવે તો હું સૌના હ્રદયમાં સ્થાન મેળવી બેઠો છું.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama