STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

મારા પ્રેમનો સુર્યોદય

મારા પ્રેમનો સુર્યોદય

1 min
6

પ્રેમનો સુર્યોદય આજે થઈ રહ્યો છે,
હૈયાનો અંધકાર હવે દૂર થઈ રહ્યો છે.

નયનમાં સપનાઓની રોશની ફેલાતાં,
મારા શ્વાસમાં કોઈ સુગંધ ભળી રહી છે.

તારી મુલાકાતથી સમય થંભી જતાં,
દરેક ક્ષણમાં પ્રેમ અનુભવાઈ રહ્યો છે.

લાગણી મારી શબ્દોમાં વ્યક્ત ન થતાં,
ખામોશીથી સંદેશો મારો રહી રહ્યો છે.

તારી યાદોની મોસમ મનમાં છવાતાં,
આ પાનખર વસંત હવે બની રહી છે.

સૂર્ય ભલે હવે અસ્ત થઈ જાય "મુરલી",
આ રાત રળીયામણી હવે બની રહી છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Drama