દિલની વાત
દિલની વાત
દિલની આ વાત હું કોઈને કહી શકતો નથી,
આંખોના ઈશારે હું સમજાવી શકતો નથી.
મૌન પણ ક્યારેક બોલવા તત્પર છે આજ,
દિલના તરંગોથી પણ હું ઝુમી શકતો નથી.
મનમાં યાદોની મૌસમ છવાઈ ગઈ છે આજ,
હવે એકલતાને હું સહન કરી શકતો નથી.
દર્દને હાસ્યમાં છુપાવી ફરી રહ્યો છું આજ,
દુનિયાને હકિકત હું સમજાવી શકતો નથી.
એ ઈચ્છે તો પ્રેમનો તંતુ મજબુત બને આજ,
સ્વપ્નના મહેલને કદી હું તોડી શકતો નથી.
કલમ શબ્દો લખવા અધિરી બની છે આજ,
દિલની વાત ગઝલથી વ્યક્ત કરી શકતો નથી.
કોઈ તો સાંભળો આ સાદ "મુરલી" નો આજ,
હવે મારા દિલની વાત કહ્યા વિના છુટકો નથી.
-ધનજીભાઈગઢીયા"મુરલી" (જુનાગઢ)

