તું આવી જાજે
તું આવી જાજે
જ્યારે સાંજ પડે ત્યારે તું આવી જાજે,
મારા પ્રેમના નવરંગમાં તુ રંગાઈ જાજે,
હું પ્રેમથી તારી વાટ જોઈશ મારી વાલમ,
મારા પ્રેમની તડપને તું શાંત કરી જાજે.
આવીને મારા હ્રદયમાં તુ વસી જાજે,
મારી ધડકનનો તાલ તું મેળવી જાજે,
હું દિલના દ્વાર ખુલ્લા રાખીશ મારી વાલમ,
મારા દિલના દ્વાર તું ખટખટાવી જાજે.
તારા શ્ચાસોની સરગમ તું વહાવી જાજે,
મારા રોમ રોમને ત્ ત્ થૈ તુ નચાવી જાજે,
તારા પ્રેમની તરસ મને લાગી છે મારી વાલમ,
આજનું મિલન અનમોલ તું બનાવી જાજે.
તારા અધરોથી શબ્દો તું સરકાવી જાજે,
મારી કલમને શબ્દોથી તું શણગારી જાજે,
"મુરલી"તારા પ્રેમની ગઝલ લખીશ મારી વાલમ,
મારી પ્રેમની ગઝલની રંગત તું આવી જાજેબની જાજે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

