સગીતનાં સાત સ્વરો સમજીને, મધુર બંદિશ બનાવું છું.
રાગ-રસનો સમન્વય કરીને, મનનાં ભાવને હું વહાવું છું.
સંગીત સાધનામાં મગ્ન બનીને, સ્વરોનું મહત્વ સમજુ છું,
સરગમોની માળા બનાવીને, મારી બંદિશને હું સજાવું છું.
રાગ-આલાપના પલટા લઈને, વાતાવરણને મહેંકાવું છું,
રાગોની રસભરી બંદિશથી, મારા મનને હું બહેલાવું છું.
સંગીતના મધુર રાગો ગાઈને, નાદ અને બૃમ્હને જગાડુ છું,
સૂરીલુ ગાયન વાદન કરીને, ઈષ્ટ દેવતાઓને હું રીઝવું છું.
સંગીતની આરાધના કરીને, જીવનને સંગીતમય બનાવું છું,
"મુરલી" માં મધુર તાન છેડીને, જીવન મસ્તીમાં વિતાવું છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)