સૂર બેસૂરા
સૂર બેસૂરા
રોજ તુજને હું મનાવી રહ્યો છું,
તારી જીદને હવે તું છોડી દે,
પ્રેમથી તુજને સમજાવી રહ્યો છું,
કદીક તો સ્મિત તું ફરકાવી દે,
રાઈનો પર્વત બનાવી તું બેઠી છો,
કદીક તો રાઈને રાઈ રહેવા દે,
તારી હરકતોથી હું તંગ આવ્યો છું,
કદીક તો આદત તારી સુધારી દે,
સપનાઓ તારા હું પૂરા જ કરૂં છું,
કદીક તો શાંતિ મુજને લેવા દે,
તુજને ખુશ રાખવા હું વિચારૂં છું,
કદીક તો સુખ ચૈનથી મુજને રહેવા દે,
ચીસો સાંભળી હું થાકી ગયો છું,
હવે મધુર સ્વરો તું રેલાવી દે,
પ્રેમ રાગનો હું સાધક છું "મુરલી",
કદીક તો સૂર બેસૂરા થતા રહેવા દે.

