શાંતિ
શાંતિ
શાંતિ શોધવા નિકળ્યો છું હું,
શાંતિ બજારમાં મળતી નથી,
દરેક હાટડીએ પૂછી રહ્યો છું હું,
અશાંતિ ખરીદનાર કોઈ જ નથી,
શાંતિ સદનમાં રહેનારો છું હું,
સદનમાં શાંતિ જળવાતી નથી,
પરિવારજનોને સમજાવું છું હું,
શાંત રહેવા કોઈ તૈયાર નથી,
શાંતિ સાથે પરણ્યો છું હું,
સ્વભાવ તેનો શાંત જ નથી,
તેની ચીસો સાંભળી રહ્યો છું હું,
બોલવાની આદત બદલાતી નથી,
શાંતિ મેળવવા મંદિરે આવ્યો છું હું,
મૂર્તિ પણ શાંત જોવા મળતી નથી,
મૂર્તિમાંથી અવાજ આવ્યો "મુરલી",
તારા જેવા શાંતિ લેવા દેતા જ નથી.
