STORYMIRROR

Shaurya Parmar

Thriller Tragedy

4  

Shaurya Parmar

Thriller Tragedy

હો રાજ

હો રાજ

1 min
356




મારી મા ને તેડાવો પાછી હો રાજ,

ફરી જીવી લેવું છે મારે હો રાજ,


નાનાથી કર્યા અમને મોટા હો રાજ,

પળેપળ મમતા હતી હારે હો રાજ,


આવતો એ ઉંબરે રાહ જોતી હો રાજ,

ઊંચકીને હવે કોણ આવકારે હો રાજ,


ભૂલો ઘણી મારી થઈ જાતી હો રાજ,

હવે શૌર્યને કોણ સ્વીકારે હો રાજ,


દુનિયા આખી લાગે ખોટી હો રાજ,

તેમાંથી બોલો કોણ તારે હો રાજ,


નિઃસ્વાર્થ હતી એ એકલી હો રાજ,

બાકીના સંબંધો તો ભારે હો રાજ,


એ હતી ને મજાની દુનિયા હો રાજ,

હવે શ્વાસ લાગે ધારેધારે હો રાજ,


બેઠો હું એકલો ધરા ઉપર હો રાજ,

હું જોઉ આભે ચમકારે હો રાજ,


ઊંઘ આવતી મજાની ખોળામાં હો રાજ,

ને હવે આંખો ખુલે ઝબકારે હો રાજ,


મજબુરી કેવી વાહલા કેવી હો રાજ,

માતાને આ હાથે કોણ બારે હો રાજ,


ઈશ્વરને કહી દઉં છું આજે હો રાજ,

એ દીકરો તમને લલકારે હો રાજ,


મારી મા ને તેડાવો પાછી હો રાજ,

ફરી જીવી લેવું છે મારે હો રાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller