Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Dr.Milind Tapodhan

Inspirational Thriller


4  

Dr.Milind Tapodhan

Inspirational Thriller


હું તો મૌનની ધારદાર તલવાર છું

હું તો મૌનની ધારદાર તલવાર છું

1 min 578 1 min 578

બૂઠાં પડે તમારાં વાક્યો ને શબ્દો,

હું તો મૌનની ધારદાર તલવાર છું.


રાખો તમે મંતવ્યો તમારા ખુદની પાસે,

હું તો ખુદના બહુમતની સરકાર છું.


બાંધી ન શકો કોઈ બેડીમાં મને,

હું તો અગણિત, અકળ આકાર છું.


અપાર શક્તિને પચાવીને શાંત રહે,

હું બસ તે જ વાવાઝોડાનો પ્રકાર છું.


નકશો મારો શોધવા ન મથશો તમે,

હું તો ચંદ્રનો વણખેડ્યો વિસ્તાર છું.


હું જ એક છું, હું જ અનેક હજાર છું,

અશક્ય બનાવે શક્ય, હું તે જ ચમત્કાર છું.Rate this content
Log in

More gujarati poem from Dr.Milind Tapodhan

Similar gujarati poem from Inspirational