STORYMIRROR

Dr.Milind Tapodhan

Drama

3  

Dr.Milind Tapodhan

Drama

દબાતાં પગલે આવે તે "શ્વાસ"

દબાતાં પગલે આવે તે "શ્વાસ"

1 min
214


આવે છે, જાય છે,

ખબર નહીં કઈ જગ્યાએ

તે રોકાય છે ?


ક્યારેક લાંબો, ક્યારેક

ટૂંકો, કયા આકારમાં

તે ડોકાય છે ?


લીધા વિના જીવન નથી,

અને લીધા પછી ન શકાય રોકી,


પોતાની મરજીનો માલિક

છે, ન શકાય તેને ટોકી,


નિયંત્રણ જો કરી શકો તેના પર,

તો જીવશો આયુષ્ય લાબું,


કાબૂમાં ન રાખી શક્યા તો,

મોતને ન રાખી શકશો આઘું,


છૂપાતાં, દબાતાં પગલે આવે તે "શ્વાસ",

સુખમાં નાનો, દુ:ખમાં લાંબો,

મનુષ્યનો ખાસમખાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama