STORYMIRROR

Dr.Milind Tapodhan

Others

4  

Dr.Milind Tapodhan

Others

આંસુ..પવિત્ર ,શુદ્ધતમ બિંદુ

આંસુ..પવિત્ર ,શુદ્ધતમ બિંદુ

1 min
221

આંસુ, પારદર્શક, પવિત્ર, શુદ્ધતમ બિંદુ,

છલકાતાં ચક્ષુના માર્ગે મનની ગાગરમાંથી.


લાગણીરૂપી ચંદ્રમાથી પામી આકર્ષણ,

ખેંચાતા રહેતાં બહાર મનના સાગરથી.


ક્યારેક ખૂશીઓનાં મીઠા ઝણકાર સ્વરૂપે,

ડોકાતાં રહેતાં દુખના કડવાં રણકાર સ્વરૂપે.


ક્યારેક દેખાતાં ગંભીર ભયનાં આઘાતથી,

ઉદ્ભવતાં અચાનક નફરતનાં પ્રત્યાઘાતથી.


ક્યારેક ગુસ્સાનાં ગરજતાં મેઘ સાથે વરસતાં,

ક્વચિત આશ્ચર્યની ઝીણી ઝાકળ રૂપે ચમકતાં.


આંસુ દર્શાવે કે લાગણીની મદિરા હજી કોક પીવે છે,

આ નશ્વર દેહમાં કોઈ સંવેદનશીલ આત્મા જીવે છે.


Rate this content
Log in