નજર આપની જાણે
નજર આપની જાણે
1 min
402
નજર આપની જાણે કરામતી ચાવી,
મળે છે મારી નજર સાથે તો,
હદયનાં દ્વાર ખૂલી જાય છે,
નજર આપની જાણે નશીલો જામ,
પીતાં સાવ થોડું મન બધું,
જ દુઃખ ભૂલી જાય છે,
નજર આપની જાણે જાદુઈ છડી,
ફરે છે મારા પર તો અનેક,
અનોખા જાદૂ રચાય છે,
નજર આપની જાણે અલ્લડ પવન,
ફૂંકાય જરાક જોરથી તો,
વિચારોનો પતંગ ગોથાં ખાય છે,
નજર આપની જાણે વિહરતાં વાદળ,
રોકાય જો મુજ પર પ્રેમની મીઠી,
વર્ષાથી ભીંજવી જાય છે.
