STORYMIRROR

Dr.Milind Tapodhan

Inspirational

4  

Dr.Milind Tapodhan

Inspirational

વતનની માટી...

વતનની માટી...

1 min
331

વતનની માટી ધરાવે છે કૈંક એવા ગુણ,

ખીલે સપનાઓ, મહેકે લાગણીનાં ફૂલ.


ધબકે હૃદય મુક્તપણે, થઇ જાય આનંદિત

લાગે દરેક માટીનો કણ,અત્યંત સુશોભિત.


વતનનાં પવનનો સ્પર્શ ને ટહુકે રોમ રોમ

સોહામણો લાગે તડકો ને વધુ શીતળ સોમ.


માત્ર એક ઘૂંટડો વતનનું પાણી જાણે અમૃત,

વાર્તાઓ સાંભળી અચાનક બનીએ સુશ્રુત.


વતન વસે છે મારાં મનમાં અને તનમાં,

બસ તેને રહું સદા સમર્પિત જીવનમાં.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational