મસાણ
મસાણ
દિલ હોય તો તૂટે ને વાહલા,
અહીતો પાષાણ છે,
જનમ્યા ત્યારથી પળેપળ,
અહીતો રમખાણ છે,
હંમેશા તોફાનો મળ્યા મજધારે,
ના હાંફતું વહાણ છે,
લૂંટાઇ ગયું છે બધુજ અહીંયા,
સાવ ખાલી આ ખાણ છે,
શ્વાસ ક્યારે જાય શું ખબર,
તેમાંય ખેંચતાણ છે,
હારવાની ટેવ નથી બસ એટલુંજ,
મુસીબતોને પણ જાણ છે,
શરીર પરના ઘા,એ ઘા નથી,
વાહલા એતો વખાણ છે,
અને જીવી લો વાહલા બસ,
ફરી અંતે તો મસાણ છે.