બની શકે
બની શકે
ભલે તું દિવસ રાત જાગી શકે,
સમજતા મને વાર લાગી શકે.
મહેનત તમારી નકામી નથી,
પ્રયત્નો પરિણામ માંગી શકે.
કલમને હવે હાથમાં રાખજે,
ઠોકર શબ્દની એક બે વાગી શકે.
મસીહા બનીને ફરે છે અહીં,
કફન જોઇને દૂર ભાગી શકે.
અરીસા જણાવી રહ્યાં છે મને,
ઉદાસીને કલ્પ ત્યાગી શકે.
