એકાંત
એકાંત
એક એવી જગા છે મારા ધ્યાનમાં,
તું ચાહે તો કહું તારા હું કાનમાં.
આવરણ એવું તે કેવું દેખાય ના,
જોવા તો આંખો આ ઊભી છે ભાનમાં.
કૌરવો, પાંડવો ને એ કુરુક્ષેત્ર,
બુઠ્ઠી એ તલવારો સૂતી છે મ્યાનમાં.
ખેરવી નાખે છે પાનખર વૃક્ષને,
તેથી તો કેસૂડો ફૂટ્યો છે પાનમાં.
પૂછવું છે હવે કલ્પને કેમ તું,
મંદિરો મૂકીને બેઠો છે રાનમાં.