મથે છે
મથે છે

1 min

47
સ્વજન જેમ પડકાર રડવા મથે છે,
કફન લાશમાં શ્વાસ ભરવા મથે છે,
વમળ રોજ સ્પર્શો અધૂરા કરે છે,
કિનારો નદીમાં ઉતરવા મથે છે,
નથી નામ મારુ નથી કામ મારું,
છતાં ગામ આખું પકડવા મથે છે,
તિરાડો હશે આ હૃદયનાં તળીયે,
નદી લાગણીની ટપકવા મથે છે,
તમે ખીણ પડઘા સમું આચરો છો,
હવે કલ્પ ચીસો અટકવા મથે છે.