હસે છે
હસે છે
1 min
36
નજર એમ ત્રાસી કરીને હસે છે,
જમાનો મને રોજ નાહક ડસે છે.
હજારો પ્રયત્નો નકામા છે યારો,
સનમ આજ ભૂકંપ માફક ખસે છે.
સુવાસિત રહે બાગ કાયમને માટે,
ભમર પુષ્પને રાત આખી ઘસે છે.
નવી છે સમસ્યા ઉપરથી બધિર છે,
સમાધાન કાજે પ્રયત્નો ભસે છે.
હકીકત નથી કલ્પના છે ગઝલમાં,
હકીકત રદીફો ની અંતે વસે છે.
