સમય
સમય
1 min
67
સમય સાપસીડી રમે છે હવે તો,
રમતમાં નથી તું, અમે છે હવે તો.
પ્રતીક્ષા ઉતાવળ કરે છે, પછી તે,
મજલમાં વિવશ થઈ નમે છે હવે તો
મદિરા નશામાં રહે છે દિવસભર,
મને સાંજ સાકી ગમે છે હવે તો.
નથી બોર એઠાં, કરી જાત મીરા,
તરત રામ આવી જમે છે હવે તો.
હતી, છે,હશે તે સમજ કેળવી ત્યાં,
બધી કલ્પ ઈચ્છા શમે છે હવે તો.
