સમજદાર
સમજદાર
1 min
32
અરીસો તમારો વફાદાર છે,
ચહેરો જ મારો તડીપાર છે.
હશે મોહ માયા મમત પણ હશે,
ફરી ના તે પાછી સમજદાર છે.
સવાલોનું લશ્કર હરાવી ગયું,
જવાબો અમારા કરજદાર છે.
સમાધાન કરવું સહેલું નથી,
વિચારો સ્વભાવે અરજદાર છે.
શક્ય છે હવે તો ગઝલમાં ગઝલ,
દલીલો અમારી કલાકાર છે.
