તપાસો મને
તપાસો મને
1 min
48
રદીફો ફરીથી તપાસો મને,
ગઝલની છડીથી તપાસો મને.
ભમર રોજ આવી અડે છે હવે,
કિશોરી કળીથી તપાસો મને.
અધૂરા રહે સ્વપ્ન કાયમ હવે,
ગ્રહણની ઘડીથી તપાસો મને.
લખી ના શકું હું થયો છું શિથિલ,
સમયની છરીથી તપાસો મને.
થયા શેર મૂર્છિત અચાનક બધા,
નશીલી જડીથી તપાસો મને.
