આવી ગયો
આવી ગયો

1 min

56
છંદમાં એક જ બદલાવ આવી ગયો,
સર્જકો શબ્દને તાવ આવી ગયો.
હાર ને હું પચાવું જરા ત્યાં વળી,
તે કહે છે ફરી દાવ આવી ગયો.
ઔષધિની અસર બેઅસર છે હવે,
હું પણાનો મને ભાવ આવી ગયો.
આંખ છે કાન છે મૌન છે હોઠ પર,
ત્રાજવું માપનું લાવ આવી ગયો.
કેદ છે યાદ તું કલ્પની આંખમાં,
જોરથી પાંખ ફફડાવ આવી ગયો.