વ્યથા
વ્યથા


ઝરૂખો કહે છે બરાબર ભણે છે,
અગાશી હવે રોજ તારા ગણે છે.
નથી લાંચ લીધી છતાંપણ સમય તું,
કફન કેમ ખિસ્સા સહિતનું વણે છે.
મરણ બાદ પણ મોંઘવારી નડી છે,
કડીયો કબરને અધૂરી ચણે છે.
ત્યજી ગામ શાને નગરમાં ગયો તું,
પ્રદુષિત હવા ત્યાં તો શ્વાસો હણે છે.
કરી વાવણી કલ્પ બેસી રહયો છે,
ઉમળકો ઊગે તો દિવસભર લણે છે.