બરાબર નથી
બરાબર નથી
1 min
41
તરસની તબિયત બરાબર નથી,
વરસ તું ,ભલે છત બરાબર નથી.
છલોછલ ભરે જામ સાકી ,નશા,
ચઢે ના તો આદત બરાબર નથી.
નથી બાગમાં ફૂલ અત્તર થયું,
પતંગાની ચાહત બરાબર નથી.
સહારામાં મૃગજળ બનીને મળી,
ક્ષણિક છે આ રાહત બરાબર નથી.
વિકારો હજી કલ્પ સળગ્યા નથી,
સમજની ઈબાદત બરાબર નથી.
