STORYMIRROR

Varun Ahir

Tragedy Thriller

4  

Varun Ahir

Tragedy Thriller

અંગતતાથી પીડાઉં છું

અંગતતાથી પીડાઉં છું

1 min
377

ઓળખે મને બધા તે ચાહું કે,

                 ખુદ ને ઓળખતા ગભરાઉં છું,

જમાનો ચિતરે છે ચરિત્ર મારુ અને 

                 હું મારી અંગતતાથી પીડાઉં છું.


વાત છે જીવવાની મરજીથી તો,

                 શીદ ને સમાજથી શરમાઉં છું,

દફનાવી જીવતી ઝંખનાઓને ક્બરમાં,

                  હું મારી અંગતતાથી પીડાઉં છું.


માનું છું તેનું માનું છું તારુ, 

                 માત્ર ખુદનો મત લેતા ખચકાઉં છું,

ભાંગ્યો ભેખ ભજવતા સબંધોમાં, 

                 હું મારી અંગતતાથી પીડાઉં છું.


શીખી બહારથી સ્મિત રેલાવતા, 

                 જો અંદરથી કેવો કરમાઉં છું,

છું હત્યારો હું મારો જ કદાચ, 

                  હું મારી અંગતતાથી પીડાઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy