STORYMIRROR

Varun Ahir

Comedy Drama Fantasy

4  

Varun Ahir

Comedy Drama Fantasy

વ્યંગ

વ્યંગ

1 min
246

આવું તે કઈ થોડું ઘટ્યું પહેલીવાર છે  

ગઝલ છપાણી ને લિખિતંગ ફરાર છે,


મળતી હતી લાગણી તેનાં શબ્દો સાથે,

હવે તે શબ્દો નીચે નામ મારું ધરાર છે,


મૌલિકતાની વાતો અમને ના શોભે હોં,

અમુક કવિઓ સાથે મારે છૂપા કરાર છે,


કોપીરાઈટની દરેક કલમો વાંચી છે અમે,

આપણા માટે તો બધે જ થોડી દરાર છે,


ઉઠાંતરીનાં શોખીન બિલકુલ નથી અમે

તું હોય તો જાણજે જીભ મારી કટાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy