શાકભાજીની મસ્તી
શાકભાજીની મસ્તી
ફ્રીજમાંથી શાકભાજી આવ્યા બહાર...
દુધી,ગલકાં,ટામેટાં ને તીખાં તીખાં મરચાં
તાજાં માજાં શાક એ તંદુરસ્તીનો દરબાર..
ફ્રીજમાંથી શાકભાજી આવ્યા બહાર...
ટામેટાં એ તો પહેર્યો છે લાલ લાલ સૂટ.
કોબી બહેને પહેર્યા છે શાઈનીંગ વાળા બૂટ.
ભીંડો તો થરથરતો એ બહુ થંડોગાર...
ફ્રીજમાંથી શાકભાજી આવ્યા બહાર...
પડવળ તો બહુ નાનું તોય મોટો રૂબાબ.
રીંગણું તો રાજા એનાં માથે તાજ લાજવાબ.
કારેલું તો કડવું એને બધાં આપે માર....
ફ્રીજમાંથી શાકભાજી આવ્યા બહાર...