હાય પૈસા
હાય પૈસા
પૈસા કમાવવાંમાં જીંદગી નીકળી જાય છે,
સમતોલ કરવાંમાં જીંદગી નીકળી જાય છે.
એક પછી એક, જરૂરિયાતો ને ગણાય છે,
વધારાનાં ખર્ચમાં કાપ મુકાય જાય છે.
આવકની ગણતરી કર્તા ખર્ચ વધી જાય છે,
પ્રથમ જરૂરિયાતને સ્થાન અપાય જાય છે.
દૂધ,રાશન,શાકભાજી બીલોનાં હિસાબ છે,
સ્કૂલ ફી, ચોપડાને ભણતરે દેવાય જાય છે.
દેશનું બજેટ'તો વર્ષે એક વખત બાર પડે છે,
અહીં'તો રોજેરોજ બજેટે જીંદગી જાય છે.