યમરાજા
યમરાજા
યમરાજ મનેં લેવા આવ્યા,
બોલ્યા ચાલ તારો સમય પૂરો થયો,
હું તો જવા તરત તૈયાર થઈ ગયો,
યમરાજ કે, હેડ ભાઈ જલ્દી !
હું બોલ્યો એમ ના ચાલે,
યમ કે, શું ના ચાલે ?
હું બોલ્યો, આખી જીંદગી વહી,
પણ અંતિમ ઇચ્છા તો અધૂરી રહી,
યમ કે, બોલ જલ્દી બોલ એટલે પતે,
હું બોલ્યો, એમ કંઈ પતે !
મારી બસો સાઈઠ કવિતાઓં સાંભળવી પડે,
તોજ આ દિલને શાંતિ વળે,
યમ કે, હું મારવા આવ્યો, મરવા નઈ,
તું અહીંયા જ રે, ઉપર તારું કામ નઈ,
મે કીધું ના ચાલે ઇચ્છા પૂરી કરો, કવિતા કાને ધરો,
યમ કે,એટલી ક્ષમતા નહિ મારી,
ઉપર લઈ જઉં તોય હેરાનગતિ ચાલુ રે તારી,
એતો ભાગ્યા !
હું બૂમો પાડતો રહ્યો સાંભળો તો ખરા ! યમરાજાતો જબરા,
એ યમરાજા હજુય મને લઈ જવાનું સપનું સીવે છે,
સાલું કવિઓથી યમરાજા પણ બીવે છે.