STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

5  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

સુકલકડી હઝલ

સુકલકડી હઝલ

1 min
399

ખાલી પેટે ગઝલ લખી છે

ભૂખ્યા રહીને ગઝલ લખી છે,


ચરબી વિનાની હાડકાંવાળી

સિંગલ બોડી ગઝલ લખી છે,


મસ મોટી તો બહુ આવી ગઈ

સુકલકડી મે ગઝલ લખી છે,


અડકું તો બસ હાડકાં વાગે

હાડપિંજરની ગઝલ લખી છે,


સાત વારનું જમવાનું ને

ના વધવાની ગઝલ લખી છે,


અજબ-ગજબની આ બોડી છે

મારા વજનની ગઝલ લખી છે,


જેવા છીએ એવા રહીશું

સીધા પેટની ગઝલ લખી છે,


હસતા રહેજો તો ઉતરશે

હસવાની આ ગઝલ લખી છે,


વાંચી એકવાર વાહ લખી જો

વજન ઉતારવા ગઝલ લખી છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract