વરસાદની વાતો
વરસાદની વાતો
વરસાદની વાતો તો વાદળાએ માંડી છે
અંતે ટીપેટીપે વરસી ને ખાઈપીને લહેર છે,
કાજળ આંજીને ને તમે સાંજ ને બાંધી છે
અંતે ચાંદલાને ચમકી ને ખાઈપીને લહેર છે,
આમ સામાં મળીને જ્યારે નજરો મળી છે
અંતે આંખોને ઝબકી ને ખાઈપીને લહેર છે,
મળતા રહેવું ને મળો કે'તા આંખો રડી છે
અંતે આંસુના મીઠા ને ખાઈપીને લહેર છે,
આંખોથી ભળવાનું ને આગમાં બળવું છે
અંતે મારાથી ચિતા ને ખાઈપીને લહેર છે,
કોણ છું ને ક્યાંથી આવેલો શું જગા જડી છે
અંતે મારુ જવું ને તારે ખાઈપીને લહેર છે,
કાગળ કલમ વચ્ચે કશું રંધાય પાછું
અંતે શબ્દો વચ્ચે લીટી ને ખાઈપીને લહેર છે.
