STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Romance Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Romance Others

નવી વાત ઊગી છે

નવી વાત ઊગી છે

1 min
191

ગામનાં પાદર જોને ફૂલની નવી જાત ઊગી છે

પગલાં તારા જોને ધૂળની નવી વાત ઊગી છે,


ફૂલો પારિજાતનાં કેવા, કેવી નવી રાત ઊગી છે

સોનામાં સુંગંધ ભળીને તું મારી સાથ ઊભી છે,


ગરમી જોડે ગરમાળા એ બાથ ભીડી છે

પીળા ફૂલની જોને નવી ભાત ઊગી છે,


વાદળ વચ્ચે સૂરજનાં જો તું આંખમીંચાણા

તારી મારી આંખે જોને નવી આશ ઊગી છે,


ઘાસે ઘાસે અડકો દડકો લીલે લીલું થાય

મારા દિલમાં જોને વ્હાલી કેવી લીલી હાશ ઊગી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract