STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

તો તું કવિ નથી

તો તું કવિ નથી

1 min
246

શબ્દે શબ્દે સળગતો તણખો નથી,

તો તું કવિ નથી,


પંક્તિ પંક્તિ સંભળાતો પડઘો નથી,

તો તું કવિ નથી,


કહેવાનું સીધુ સટ્ટાક ..પડતો જો તમાચો નથી,

તો તું કવિ નથી,


બે ઘડી વાંચી તને..જો એ મહેકતો નથી,

તો તું કવિ નથી,


લખી ને ઢોલ ઠોક્યાં તો શું. એ જાગ્યો નથી,

તો તું કવિ નથી,


અંદરનો ઉજાસ ઉતાર બહાર..જો ઝાંખું વંચાય

તો તું કવિ નથી,


બાણ કાઢી લાગ્યું નિશાન, જો તીર ના ભોંકાય

તો તું કવિ નથી,


આ કવિતા ના દરિયે વાહ કોની તરે ? તારી નથી,

તો તું કવિ નથી,


કલમ જો મારે ડંખ ફૂંફાડા તું ડરું કે મરું,

તો તું કવિ નથી,


શબ્દો અડતા તું અભડાય..ને પાછો નાય

તો તું કવિ નથી,


આમ અચાનક ઉતરે ક્યાંથી..જો ના સમજાય

તો તું કવિ નથી,


કાગળ પર રહેવા દે..દિલે ના છપાય

તો તું કવિ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract