ત્યારે તું કરજે સલામ
ત્યારે તું કરજે સલામ
આગંતુક શબ્દો જ્યારે ઉતરે કાગળ પર
ત્યારે તું કરજે સલામ,
કલમ ચૂમી ને ખીલે બરાબર ધરા પર
ત્યારે તું કરજે સલામ,
કાગળની લીટીઓ ઝૂમે ગીતે બરાબર
ત્યારે તું કરજે સલામ,
રચનાની પંક્તિ મહેકે એના ચહેરા પર
ત્યારે તું કરજે સલામ,
નામ અંતે તારું પણ વાહ કહે તેને પણ
હાસ્ય તું કરજે સલામ.
