રસોડામાં રાખ્યું કવિ સંમેલન
રસોડામાં રાખ્યું કવિ સંમેલન
કામકાજમાંથી પરવારી,
ડાયરી પેન લઈ,
હું તો લખવા બેઠી કવિતા.
ત્યાં તો સસરા જી આવ્યા.
વહુ બેટા ચા બનાવો.
ચા પીવડાવી ફરી બેઠી કવિતા લખવા.
પતિદેવ આવ્યા.
પાણી પીવરાવ ને.
વળી લખવા બેઠી ત્યાં સાસુ જી બોલ્યા.
વહુ રસોઈનું ટાણું થઈ ગયું.
ડાયરી પેન મૂકી કોરાણે.
હું તો ચાલી રસોડાની વાટે.
રસોડામાં જ કવિ સંમેલન મે યોજી લીધું.
વટાણાભાઈ એ વેલકમ સ્પીચ આપી.
કઢી બેને રજૂ કરી કવિતા.
ચાવલભાઈ એ સોનેટ રજૂ કર્યા.
ગાજરભાઈ એ કરી રજૂ એક સુંદર ગઝલ.
મરચાભાઈ એ રજૂ કર્યા મુક્તક.
ટિંડોરાભાઈ એ રજૂ કર્યા તાન્કા.
ગલકા એ કરી ગરબીની રજૂઆત.
ભીંડાભાઈ એ કરી ભક્તિ ગીતની રજૂઆત.
ચટણી બેને રજૂ કર્યા ચાબખા.
છરી બેને કરી છપ્પાની રજૂઆત.
ફણસી બેને કરી ફાગુની રજૂઆત.
ટામેટા એ તાળીઓ પાડી.
રીંગણાંભાઈ એ લીધા રાસ.
આમ ગોઠવી પ્રાસ.
મારું સંમેલન બન્યું ખાસ.
તપેલાએ તાળીઓ
પાડી.
કુકરે વન્સ મોરનો નારો લગાવી સિટી ઉપર સિટી મારી.
મને લાગ્યું જાણે મારા કાર્ય ને વધાવ્યું.
મારી પીઠ ને શાબાશી આપી.
કવિતાની ધૂનમાં ને ધૂનમાં.
ખીરમાં નાખ્યું મીઠું મે તો.
ચાવલમાં નાખી શક્કર.
સ્વાદ ચાખી સાસુ જી ભડક્યા.
મૂકો તમારી ડાયરી ને પેન.
કવિતા માટે હવે ના કરતા વેન.
રોટલીની સાથે હૈયું મારું દાઝ્યું.
એક આંસુનું ટીપુ પાટલી પર જઈ પડ્યું.
આમ તો કહેવાય અમે રસોડાની રાણી.
તોય રોજ અમારી આંખમાં પાણી.
અમારી ભીતરની પીડા ને કોઈ શક્યું ના જાણી.
અમારી આવડત ને કોઈ એ ના વખાણી.
અમારી પ્રતિભા કોઈ ના શક્યું જાણી.
બસ ચાબખો એવો માર્યો તું ક્યાં કરે છે કઈ કમાણી.?
પ્રીત અમારી કોઈ એ ના પિછાણી.
તોય અમે તો સૌને કરી હાસ્યની લ્હાણી.
જીવન બનાવ્યું સૌની ઉજાણી.
તોય કોઈ નાં શક્યું અમને જાણી.
આ છે મારી કહાણી.
આ છે તમારી સૌની કહાણી.
બસ કહી કહાની આંખો મારી ભરાણી.