STORYMIRROR

Bharat Parmar

Comedy

4  

Bharat Parmar

Comedy

'વાલમ' થવું હોય તે થાય

'વાલમ' થવું હોય તે થાય

1 min
246

'વાલમ' થવું હોય તે થાય ગુજરાતી ન ખાવાનું ખાય  

નવરા બેઠા બગાસા ખાય ફરવા જાય તો હવા ખાય


એકબીજાની ચાડી ખાય ને ખોટા ખોટા સમ ખાય

અળવીતરાં કરીને માર ખાય મોટી મોટી ગાળ ખાય


મોટા હોય તે માન ખાય ને નાના હોય તે હીંચકા ખાય

ઊંઘ આવે તો જોકા ખાય માંદા પડે તો ઉધરસ ખાય


વાંઢા માણસ માથું ખાય ને પરણેલા લોકો ખોટ ખાય

ઈમાનદાર બિચારો ધક્કા ખાય ને બેઈમાન પૈસા ખાય


ગુજરાતમાં પંજાબી ખાય ચાઈનામાં ગુજરાતી ખાય

ડાયાબિટીસમાં નહી ખાય તોય લગ્નમાં મીઠાઈ ખાય


મફતનું મજાથી ખાય ખાવામાં જરાય શરમ ન ખાય

દુઃખે પેટ તો ચૂરણ ખાય ગેસ છોડવામાં શરમ ન ખાય


મન ગમતું ખાવાનું ખાય તોય કહે એતો જીવવા ખાય 

ન ખાવાનું વારંવાર ખાય ફાંદ ફૂલે તોય પકોડા ખાય


કચરો ફેંકીને દુર્ગંધ ખાય અત્તર છાંટીને સુગંધ ખાય

વગર મહેનતે માલ ખાય પછી દવાખાનામાં માર ખાય


પાઉં પીઝા ને પકોડી ખાય હરતાં ફરતાં પડીકાં ખાય

'વાલમ' થવું હોય તે થાય ગુજરાતી ન ખાવાનું ખાય 


Rate this content
Log in

Similar gujarati poem from Comedy