બેની તકરારમાં
બેની તકરારમાં
ખોંગ્રેસી આગેવાની મનોરથો પાર પડવાને પડી મેદાને
જાતિ ધર્મના વાડે ઝહેરના ચારે ભૂખ મિટાવવા બ્હાને
દૂધ ક્યાંથી મળશે ? હરાયાં થઇ ઢોર આપસમાં ભીડાસે
વાડા ઠેકી ઉભા મોલ ભેળાશે મહેલ લેતા ઝૂંપડી ખોવાશે.
સુરજ ઢળી પડતો રોજ નવી સુગંધ સાથે મારામાં હણાશે
જે સમયે જે થવાનું હતું એનો પૂજાપો નહોતો કાં જાણવામાં
લાવો આપણે ફરીથી ગઈ કાલની ભાષાને ચીપીએ રમવામાં
ઢાંકેલા, ભાગ્યનું પોત, જાણવા પાસા ફરી ફરી ફેકીએ દાવમાં.
આશા અરમાનોના બાલ રોજ ઓળાવીએ રોજ નવા દંતીએ
નક્કી ન હોય તેવી ડિઝાઈનો દોરી પહોચીએ નવી દિશાએ
વટ, વ્રક્ષ, તો એની મેળે જ પોગરતું વાવીએ તેવું જ લાણીએ
દરરોજ, આપણા ધેયનું પારણું,
સતત હીલોળી અહીં મરીએ.
હું બોલું, તમે બોલો, વચ્ચે, કાંઈક ત્રીજું જ ભાળીએ પરિણામે
કુદરતનો ક્રમ છે છતાં,
નિજનું ધાર્યું કરવા દોડી મરણ નોતરીએ.